ગંભીરા બ્રિજમાં એક પછી એક સરકારના ભ્રષ્ટાચારના કારણે 20 લોકો મોતને ભેટ્યા છે અને હજુ પણ મોતનો આંક વધી શકે તેવી શંકા છે.

પણ બાબાભાઈ-ડો.હેમાંગ જોશી માનવતા ચુકી ગયા છે. જિલ્લાના સાંસદ હોવાના નાતે તેમણે ત્રણ દિવસથી લોકોને બચાવવા માટે સ્થળ પર હોવું જરુરી હતું પણ તે ખાલી સોશિ.યલ મીડિયા દ્વારા લોકોની વાહવાહી મેળવવામાં જ પોતાનો સમય વ્યતિત કરે છે. બાબાભાઈએ સોશિયલ મીડિયામાં જણાવ્યુ કે બાલાસિનોર વિધાનસભા ક્ષેત્રમાં "એક રાષ્ટ્ર – એક ચૂંટણી" વિષયક વિશિષ્ટ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયો, જેમાં લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત, સ્થિર અને ખર્ચસહીત બનાવી શકવાની દિશામાં વિસ્તૃત ચર્ચા કરી કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો.

ભલા માણસ,અત્યારે આ વિષયની ક્યાં જરુર જ છે. લોકો હશે તો ચૂંટણી થશે ને..સરકારના ભ્રષ્ટાચારના કારણે લોકો ટપોટપ મરી રહ્યા છે અને તમને આવા વિષયો પર ચર્ચા કરી થૂંક ઉડાડવાનું સુઝે છે. તમારે તો ખરેખર દુર્ઘટનાં સ્થળ પર હોવું જોઇએ. બાબાભાઈ...તમે ખરેખર ખોટુ કર્યું છે.ભલે તમારો મત વિસ્તાર લાગતો હોય કે ના લાગતો હોય.તમે ડોક્ટર તો છો ને...ડોક્ટર તો હંમેશા ભગવાનનું બીજુ સ્વરુપ હોય છે...કમસેકમ એક નેતા અને ડોક્ટરના નાતે પણ સતત સ્થળ પર હાજર રહીને લોકોના જીવ બચાવ્યા હોતો તો... ભલે 25 મરે કે 250 મરે..નેતાઓને કંઇ પડી નથી.વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટ્યાને ત્રણ દિવસ થઇ ગયા છે પણ નેતાઓના કાર્યક્રમો બંધ થયા નથી. મેયર પણ સતત વિવિધ કાર્યક્રમોમાં જઇ રહ્યા છે અને અન્ય નેતાઓ પણ કાર્યક્રમમાં જઇને વાહવાહી લૂંટી રહ્યા છે. એટલે નાગરિકોને હવે લાગી રહ્યું છે કે ભલે 25 મરે કે 250 મરે..પણ વડોદરાના નેતાઓને લાજ શરમ કે સંવેદના જેવું છે જ નહી. વડોદરાના સાંસદ, ધારાસભ્યો, મેયર કે ચેરમેન સ્થળ પર તો ગયા જ નથી. SSG હોસ્પિટલમાં પણ ગયા નથી અને તે જ પુરવાર કરે છે કે વડોદરાના નેતાઓમાંથી માનવતા મરી પરવારી છે.

Reporter:







