સત્તાધારી ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર દાદુની પુત્રી પૂજા દાદુએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘટનાની જાણ થતા જ અનેક સ્થાનિક ભાજપના નેતાઓ તેમના કાન્હાપુર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો.
તેમણે આ પગલું કેમ ભર્યું તેના કારણો અંગે પોલીસ હજુ તપાસ કરી રહી છે. શનિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ પરિવારજનોએ તેમના ઓરડામાં પંખા સાથે લટકતી હાલતમાં તેમનો મૃતદેહ જોયો હતો, જે પછી તેમની મોટી બહેન અને મધ્યપ્રદેશ મંડી બોર્ડની અધ્યક્ષ મંજુ દાદૂએ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પૂજા દાદુ ખકનાર જિલ્લા ભાજપના અધ્યક્ષ હતા. તેમણે તેમના ફેસબુક એકાઉન્ટ પર કરેલી અંતિમ પોસ્ટમાં લખ્યું હતું કે મૃત્યુ અંતિમ સત્ય છે પરંતુ કસમયે થયેલા મૃત્યુ અતિકષ્ટદાયક હોય છે. તેઓ નાવરામાં ગણેશ વિસર્જન દરમિયાન બાળકો ડૂબવાની ઘટનાને પગલે તેમના પરિજનોને મળવા પણ ગયા હતા.પૂજા દાદુનો પરિવાર રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમના પિતા રાજેન્દ્ર દાદુ નેપાનગર વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા, તેમની મોટી બહેન મંજુ દાદુ પણ આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ હાલમાં મંડી બોર્ડના ઉપાધ્યક્ષ છે.
Reporter: News Plus