વડોદરા: શહેર ઇલેક્શન નંબર વોર્ડ નંબર 17 માં તરસાલી વિસ્તારમાં આવેલા સાઈબાબાના મંદિર ખાતે આયુષ્યમાન યોજના કાર્ડ કેમ્પનું આયોજન કરાયું હતું.

આયુષ્માન વય વંદના કાર્ડ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના 5 લાખ રૂપિયાનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરે છે. એબી પીએમ-જેએવાય હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવેલા પરિવારોના 70 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને તેમના માટે દર વર્ષે રૂ. ૫ લાખ સુધીનું વધારાનું ટોપ-અપ કવર મળે છે.

કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના (સીજીએચએસ) એક્સ-સર્વિસમેન કોન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ (ઇસીએચએસ) અને આયુષ્માન સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ રહેલા વરિષ્ઠ નાગરિકોએ તેમની હાલની યોજનામાંથી એકની પસંદગી કરવાની રહેશે અથવા એબી પીએમ-જેએવાયનો વિકલ્પ પસંદ કરી શકે છે. તદુપરાંત, ખાનગી આરોગ્ય વીમા કવચ હેઠળ આવરી લેવાયેલી વ્યક્તિઓ અથવા કર્મચારી રાજ્ય વીમા યોજનાના સભ્યો એબી પીએમ-જેએવાયમાંથી લાભ મેળવવાને પાત્ર છે. ત્યારે વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલા શરદ નગર ખાતે સાઈબાબા મંદિરના પ્રાંગણમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયુષ્માન વય વંદના કાર્ડ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો માટે કેમ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન લોકો એ લાભ લીધો હતો.



Reporter: admin