ભારત સરકાર દ્વારા દેશમાં રમતગમત તથા ખેલાડીઓ ને પ્રોત્સાહન મળે તે માટે દરેક વયજૂથના ખેલાડીઓ માટે વિવિધ રમતોમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે

ત્યારે ગત તા. 27મી જાન્યુઆરીના રોજ શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 'ખેલ મહાકુંભ -2025' અંતર્ગત 60 તથા તેથી વધુ વયની જૂથના ખેલાડીઓ માટેની સ્પર્ધા યોજાઇ હતી જેમાં બેડમિન્ટન ની ભાઇઓની સ્પર્ધામાં સિંગલ્સ અને ડબલ્સની સ્પર્ધામાં વડોદરાના જયેશભાઇ ભાલાવાલા તથા ધનજીભાઇ સાવલીયાએ ભાગ લીધો હતો અને પોતાના પ્રતિસ્પર્ધીને હરાવી ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રમતમાં અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ધનજીભાઇ સાવલીયા જી.એસ.એફ.સી.મા સ્પેશિયલ સ્પોર્ટ્સ ક્વોટામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા છે તેમજ તેમણે અનેક રાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લીધો હતો.તેઓ જયદીપસિંહ બારીયા એવોર્ડ વિજેતા છે.તેઓ હંમેશા રમતને પ્રેમ કરતા આવ્યા છે તે જ રીતે જયેશભાઇ ભાલાવાલા એ આંતરરાષ્ટ્રીય કોચ તથા જિલ્લા રમતગમત વિકાસ અધિકારી તરીકે નિવૃત્ત થયેલા છે એસ.એ.જી. તરફથી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મેડલિસ્ટ અનેક ખેલાડીઓને તેમણે તૈયાર કર્યા છે તેઓને રાજ્ય સરકાર દ્વારા 'બેસ્ટ કોચ ' તરીકેનો એવોર્ડ પણ આપ્યો છે. તેઓ હાલમાં શ્રી સયાજી વિહાર કલબ બેડમિન્ટન કોચિંગ સેન્ટરમાં પ્રેક્ટિસ તથા કોચિંગમાં અગ્રેસર રહ્યા છે.





Reporter: admin