- હરડે તથા સૂંઠનો કલ્ક, ગરમ પાણી સાથે પીવાથી દમ તથા હેડકી મટે છે.
- પિત્તના રોગમાં હરડે કાળી દ્રાક્ષ તથા સાકરની ગોળી બે વખત ખાવી.
- હરડે ગૌમૂત્રમાં બે થી ત્રણ અઠવાડિયા સુધી ખાવાથી કમળો મટે છે.
- પિત્ત ગુલ્મમાં હરડે તથા દ્રાક્ષનો ઉકાળો જૂનો ગોળ નાખીને પીવી જોઈએ.
- શ્વાસ તથા ઉધરસ હરડે તથા બહેડાનું ચૂર્ણ મધમાં લેવું જોઈએ.
- મેદ રોગમાં ત્રિફળાનો ઉકાળો મધ નાખીને પીવું જોઈએ.
- આંખોના વિકોરમાં ત્રિફળા ચૂર્ણ ઘી તથા સાકરમાં કેટલાક દિવસ સુધી ખાવુ જોઈએ.
- ટાઢીયા તાવમાં હરડે ગોળમાં ખાવી જોઈએ.
- બધા પ્રકારના માથાના સૂળમાં ત્રિફળા, કરિયાતું, હળદર, લીમડાની છાલ તથા ક્વાર્થ કરીને પીવું જોઈએ.
Reporter: admin