News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : પેટની પીડા અને ઉપચાર

2025-12-19 13:48:14
આયુર્વેદિક ઉપચાર : પેટની પીડા અને ઉપચાર


- અજમો અને સંચરનું ચૂર્ણ ફાકવાથી ગેસ મટે છે.
-લીબુંના રસમાં મૂળાનો રસ પીવાથી જમ્યા પછી થતો દુખાવો અને ગેસ મટે છે.
- ચીકણી સોપારીનો બે આની ભાર ભૂકો મોળા મઠામાં ભેળવી સવારે લેવાથી ગેસ મટે છે.
- કોકમનો ઉકાળો કરી, તેમાં થોડુ પાણી પીવાથી વાયુ અને ગોળો મટે છે.
- શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે.
- આદુ અને ફુદીના ના રસમાં સિંધવ મીઠુ નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે.
- ગોળ અને ચૂનો ભેગો કરી ગરમ પાણીમાં સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે.
- તુલસીનો રસ એક ચમચી અને લીબુંનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ પણ જાતનો પેટનો દુખાવો મટે છે.

Reporter: admin

Related Post