News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : દાંત નો સડો દૂર કરવાના ઉપાય...

2025-07-11 12:24:30
આયુર્વેદિક ઉપચાર : દાંત નો સડો દૂર કરવાના ઉપાય...


ઘણા લોકોને ક્યારેક અચાનક દાંતનો દુખાવો થવાનો અનુભવ થયો હશે. આથી તેને ઓછો કરવાનાં કુદરતી અને સુરક્ષિત ઉપાયો જાણવા ખૂબજ મહત્વનાં છે. 

દરરોજ બ્રશ કરવા છતાં પણ હમેશા દાંતોમાં જગ્યા થઇ જવી, કે દાંતોનું સડી જવું, પાયરીયા અને પેઢા માં દુઃખાવો , લોહી અને સોજો ખુબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. શું તમે પણ દિવસમાં બે વખત બ્રશ અને તે પણ મોંઘા માં મોધી પેસ્ટનો ઉપયોગ કર્યા પછી પણ દાંતો સડી જતા હોય છે.અક્કલકરાના મૂળ નો અર્ક રૂ માં મેળવી ને દુખતા દાંત પર મૂકવાથી પણ દરદ માં ઘણી રાહત થાય છે. થોરના સૂકા દૂધને પોટલીમાં બાંધી પાણીમાં બોળી તે પોટલી દુખતા દાંત ઉપર મૂકવી. ધંતૂરાનાં બીને છુંદી તેની પોટલી કરી દુખતા દાંત ઉપર મૂકવાથી પણ દુખાવા માં રાહત મળે છે. કરંજ ના ઝાડની ડાળખી નું દાતણ કરવાથી દાંતના કીડા મરી જાય છે. 

કાથા ની ભૂકી દાંત પર દબવાથી દાંત માંથી લોહી નીકળતું હોય કે રસી નીકળતી હોય તો બંધ થાય છે. દાંતનું મંજન બનાવવું જેમાં દાડમનાં સૂકાં ફલ ૫૦, ચિનીકબાલા બે તોલા, રૂમી મસ્તકી એક તોલો, કાથો ૧ તાલે, વાંસકપૂર એક તોલો, એલચી એક તોલો, ફટકડી પા તોલા, બદામનું કોચલા બળેલા રાા તોલા, બે તોલા સોપારી બાળી એ સઘળું મેળવી આ પાવડર નો ઉપયોગ દરરોજ કરવો. અચાનક દાંતનાં દુખાવાથી પીડાતાં હોવ તો અતિશય ઠંડા, અતિશય ગરમ અને ગળ્યાં ખાદ્ધ પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ કારણકે તે દૂખતા દાંતને વધુ નુકશાન પહોંચાડે છે.એરંડાનું દાતણ કરવાથી પણ ઘણો ફાયદો થાય છે. સરસવના તેલમાં ચપટી મીઠું નાંખીને જે દાંત દુખતા હોય ત્યાં મસાજ કરવાથી ફાયદો થાય છે.લવિંગનાં તેલને દાંતનાં દુખાવાનાં સૌથી અસરકારક ઉપચાર તરીકે ગણવામાં આવે છે. લવિંગનાં તેલમાં ચપટી કાળાં મરીનાં ભૂકાને મિશ્ર કરી દુખાવો થતાં ભાગ પર લગાવવું.

Reporter: admin

Related Post