News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : આંખોની પીડા દૂર કરવાના ઉપાય.

2025-07-29 11:45:02
આયુર્વેદિક ઉપચાર : આંખોની પીડા દૂર કરવાના ઉપાય.


- દરરોજ સવાર - સાંજ ઠંડા પાણીની છાલકો મારવાથી આંખોની ગરમી દૂર થાય છે.

- કોથમીરનો રસ કાઢી, ચોખ્ખા કપડાંથી ગાળી, તેના બે બે ટીપા આંખોમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે.

- મધ અને સરગવાના પાનનો રસ આંખોમાં નાખવાથી આંખોના બધા રોગ મટે છે.

- નાગરવેલના પાનનો રસ આંખોમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે.

- જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.

- ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી ગાળી તે પાણીથી ધોવાથી દુખતી આંખો સારી થાય છે.

- મધ અને ખાખરાનો રસ ભેગો કરી બરાબર એક રસ કરી બાટલીમાં ભરી રાખી, રોજ રાત્રે બે થી ત્રણ ટીપા આંખોમાં નાખવાથી ચશ્માંના નંબર ઘટે છે.

- ત્રિફળા ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી તે પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.

- સાકરને પાણીમાં ઘસી તે ઘસારો સવાર - સાંજ આંખોમાં આંજવાથી આંખોની ગરમી મટે છે.




Reporter: admin

Related Post