લવીંગ :
દાંતના દુખાવામાં લવિંગનો ઉપયોગ ખૂબ અસરકારક માનવામાં આવે છે. દાંત નીચે લવિંગ દબાવવાથી દુખાવામાં રાહત મળે છે. દાંતના દુખાવામાં પણ લવિંગ તેલ ફાયદાકારક છે.
લસણ
લસણમાં એલિસિન કમ્પાઉન્ડ હોય છે જે એન્ટીબેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક અને એન્ટિફંગલ ગુણથી ભરેલું છે. દાંતમાં દુખાવો હોય તો કાચું લસણ ચાવવું. આ તમને આરામ આપશે.
હળદર
હળદરને કુદરતી એન્ટીબાયોટીક માનવામાં આવે છે. હળદર, મીઠું અને સરસવના તેલની પેસ્ટ બનાવો. આ પેસ્ટ દાંત પર લગાવો જેમાં દુખાવો થાય છે. હળદરની આ પેસ્ટ દાંતના દુખાવા માટે દવા તરીકે કામ કરે છે.
હીંગ
હીંગનો ઉપયોગ ખોરાકમાં સ્વાદ અને સુગંધ માટે થાય છે, પરંતુ તે ઘણા ઘરેલું ઉપાયોમાં પણ ફાયદાકારક છે. જો તમને દાંતમાં દુખાવો થાય છે, તો લીંબુના રસમાં એક ચપટી હીંગ મિક્સ કરીને કોટન સાથે દાંત પર લગાવો. આ દુખાવો ઓછો કરશે.
કાળા મરી
વધુ ગરમ અથવા ઠંડુ ખાવાથી થતા દુખાવામાં કાળા મરી આરામ આપશે. એના માટે કાળા મરીનો પાવડર અને સોલ્ટને બરાબર માત્રામાં ભેળવી લેવો. હવે એમાં થોડું પાણી નાંખી પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટને દુખાવા વાળી જગ્યા પર લગાવી છોડી દેવો. એનાથી દાંતમાં દુખાવો સારો થઇ જશે.
Reporter: admin