News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર

2024-09-09 13:31:12
આયુર્વેદિક ઉપચાર


આજે આપણે ચેહરો કેવી રીતે વધુ સુંદર બને એ જાણીશું.


- મૂળાના રસમાં દહીં મેળવી ચેહરા પર લગાવાથી સ્કિન ચમકીલી બનશે.
- સંતરાની છાલને સુકવી પાવડર બનાવી ગુલાબજળમા મેળવી મોઢા પર લગાવવો. અને કલાક સુકાવા દેવું.
- દૂધની મલાઈનો લેપ, સ્નાન કરતા પેહલા અડધા કલાક પેહલા ચેહરા પર લગાવવો. ત્યારબાદ મોઢા પર હળવા હાથે માલિશ કરવું, આમ કરવાથી મોઢા પરના ડાઘ દૂર થશે અને સ્કિન ચમકશે.
- લીંબુનો રસ કાઢી તેના ફાડા ચેહરા પર ઘસવાથી સ્કિન પર કરચલી નીકળી જાય છે.
- આમળાના ચૂર્ણને હળદર પાવડર સાથે મેળવી દૂધમાં હલાવી નાહવાથી ચેહરો દેખાવડો બને છે.
- તલના તેલ ને હુંફાળું ગરમ કરી માલિશ કરવાથી સ્કિન ચમકીલી બને છે અને કરચલીઓ દૂર થાય છે.
- બટાકાની છાલને શરીર પર ઘસવાથી ચામડી સુંવાળી બને છે. 
- ગરમ પાણીમાં આમળાનો ભૂકો ઉમેરી નાહવાથી સ્કિન ચમકીલી બને છે.


આમાથી કોઈ પણ ઈલાજ તમારી સ્કિનને સોફ્ટ અને ચમકીલી બનાવશે.

Reporter: admin

Related Post