News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર: નાગરવેલના પાનથી હાડકાં મજબુત બનશે, નિયમિત તેનું સેવન કરવુ.

2024-07-20 11:15:32
આયુર્વેદિક ઉપચાર: નાગરવેલના પાનથી હાડકાં મજબુત બનશે, નિયમિત તેનું સેવન કરવુ.


અમુક ઉંમર પછી આપણે વજન ઉંચકી શકતા નથી. થોડું વજન ઉંચકીએ તો હાથ પગ દુખવા લાગે છે. કઈ થોડું વાગે તો દુખાવો થાય છે, આ બધા આપણા શરીરમા હાડકા નબળા હોવાનું નિશાન છે. આ ન થાય એના માટે શરીરના હાડકા મજબૂત હોવા જરૂરી છે. હાડકા નબળા હોવાથી ફેક્ચર થાય છે જેને સમયસર ઈલાજ કરવો જરૂરી છે.


નાની નાની ઈજાઓથી પણ હાડકાં તૂટી જાય છે. હાડકાંને મજબૂત કરવા માટે શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું સ્તર જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે.શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની ઉણપને દૂર કરવા માટે અહીં ઉપાય આપવામાં આવે છે. આ ઉપાય કરવા માટે તમારે કોઈ દવા લેવાની જરૂર નથી. તમારે નાગરવેલાના પાન અને લીંબુની જરૂર પડશે.


નાગરવેલના પાનને રેફ્રિજરેટરમાં રાખી શકાય છે. તમારે દરરોજ એક નાગરવેલાના પાનનો ઉપયોગ કરવો પડશે. આ સિવાય પાણીની બોટલમાં લીંબુ નાખીને પાણી ભરીને સારી રીતે મિક્ષ કરો. આમ લીંબુ નુ પાણી તૈયાર કરો અને જમ્યા પછી નાગરવેલના પાનમા થોડા ટીપા નાખી રોજ સેવન કરો આ પાણીનું પાણી સાથે નિયમિત સેવન કરવાથી તમારા હાડકાં મજબૂત થશે અને શરીરમાં કેલ્શિયમની ઉણપ નહીં રહે.

Reporter: admin

Related Post