ઘણા લોકો ને શરીર માં અમુક તત્વો ની ઉણપ ના લીધે નસ પર નસ ચઢી જતી હોઈ છે જેના કારણે હેરાન થતા હોઈ છે , જેની કોઈ માર્કેટ માં દવા હોતી નથી કોઈ ને પગ માં ,ગરદન માં કે પછી હાથ માં નસ ચઢી જતી હોઈ છે . જેની કોઈ પરફેક્ટ દવા બહાર થી પણ મળતી નથી .
વારંવાર એવું કોઈ ને થતું હોઈ તો એનો આયુર્વેદિક ઈલાજ કરી શકે છે , જેના થી દુખાવા માં રાહત મળે છે અત્યાર ના ફાસ્ટફૂડ ના જમાના માં નાની ઉંમર ના લોકો ને જાત જાત ના રોગ થતા જોવા મળે છે જેને લઇ ને એન્ટિબાયોટિક દવા નો ઉપયોગ વધી ગયો છે , પ્રનત આ બધી દાવાઓ જતા સમયે આડ અસર કરે છે માટે શાસ્ત્રો માં પણ આયુર્વેદિક ઈલાજ ને યોગ્ય માનવામાં આવ્યો છે .જો કોઈ વડીલ કે બાળક કે ઘર ના અન્ય કોઈ ને નસ ચડી જાય તો લસણ ની કડી અને તલ નું તેલ ખુબ ઉપયોગી નીવડે છે .
તલ ના તેલ માં બે થી ચાર લસણ ની કડી ને નાના ટુકડા કરી તેલ ને ગરમ કરવાનું છે લસણ ની કડી પાકી જાય ત્યારે તેને ઉતારી ઠંડુ પાડવાનું છે , ત્યાર બાદ આ તેલ ને બોટલ માં ભરવાનું છે જયારે કોઈ ને નસ ચડી જાય ત્યારે આ તેલ થી હળવા હાથે માલિશ કરવાની છે , તમને ૫ મિનિટ માં રાહત થઇ જશે અને કોઈ દુખાવો નાઈ થાય . આ રીતે કોઈ પણ જાત ની દવા ખાધા વગર તમે ઘરે બેઠા ઈલાજ કરી શકો કચો ખાસ કરી ને જેને વારે વારે નસ ચડી જતી હોઈ તેને નિયમિત મેથી રાત્રે પલાળી સવારે નરણા કોઠે પાણી પીવાથી પણ રાહત મળશે .
Reporter: News Plus