News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : લીલી હળદરના ફાયદા

2025-07-03 15:37:54
આયુર્વેદિક ઉપચાર : લીલી હળદરના ફાયદા


હળદર શરીરને ગરમ રાખે છે જેથી શરદીમાં રાહત મળે છે. લીલી હળદર સૂકી હળદર કરતા વધુ લાભદાઈ હોય છે.
- શરદી - ખાંસીથી છુટકારો મળે છે.
- હળદરમાં વિટામિન C ઉપરાંત પોટેશિયમ, કોપર, ઝીંક તથા મિનરલ્સ મળે છે. જેમાં એન્ટી ફંગલ તત્વો રહે છે.
- કાચી હળદરને પાણીમાં ઉકાળીને તેમાં કાળા મરી નાખીને પીવાથી શરદી, ઉધરસ જેવા ઇન્ફેકશન મટે છે.
- કાચી હળદરને દૂધના ઉકાળી પીવાથી ગળામાં દુખતું મટે છે.
- જે લોકોને સઁધીવાનો દુખાવો હોય તો કાચી હળદરનું સેવન કરી શકે છે.
- હળદરમાં કયુકમીનમાં એન્ટીઓક્સિડન્ટ છે જે શરીરમાં સોજા દૂર કરે છે.
- શિયાળાના ઠંડીના કારણે પાણી ઓછું પીવાય છે માટે કાચી હળદરને લીબુંના મિક્સ કરી ખાવાથી ગેસ અને અપચો જેવી બીમારીઓ દૂર થાય છે.
- કાચી હળદરનું શાક ખાવામાં ગુણકારી હોય છે.

Reporter: admin

Related Post