News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : સવારે દહીં ખાવાના ફાયદા

2025-06-16 12:09:08
આયુર્વેદિક ઉપચાર : સવારે દહીં ખાવાના ફાયદા


દહીંની સાથે ખાવ આ વસ્તુઓ, કબજિયાતથી મળશે છુટકારો, થશે આ ફાયદા
દહીંને ડાયેટમાં સામેલ કરવાથી તમારા હાડકા મજબૂત થવાની સાથે જ પાચન સારૂ રહે છે અને તેનાથી વાળ અને સ્કીનને પણ ફાયદો થાય છે.



સ્વસ્થ રહેવા માટે દરરોજના ડાયટમાં દહીં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે, ત્યારે કબજિયાત જેવી સમસ્યા સામે છુટકારો મેળવવા માટે દહીં ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર અને ઘણા પ્રકારના અન્ય વિટામિન અને મિનરલ્સથી ભરપૂર દહીંને જો તમે કેટલીક વસ્તુઓ સાથે ડાયેટમાં સામેલ કરશો તો કબજિયાતની સમસ્યાથી રાહત મળશે જ, સાથે જ ઘણા અન્ય ફાયદા પણ થશે.દહીં પ્રોયબાયોટિક હોય છે અને તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે.  


ત્યારે કાકડીમાં પાણીનું વધારે પ્રમાણ હોય છે. આ બંને વસ્તુઓનું કોમ્બિનેશન આંતરડામાં જમા થયેલા કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.દહીંની સાથે અજવાઈન લેવાથી કબજિયાત અને પેટની સમસ્યાઓમાં રાહત મળે છે. આ બંને વસ્તુઓનું કોમ્બિનેશન પાઈલ્સની સમસ્યામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમારી ઓરલ હેલ્થ સારી રહે છે અને તમે મોંની ર્દુગંધ જેવી સમસ્યાઓથી બચી શકો છો.

Reporter: admin

Related Post