ભાજપના રાજમાં એક ડઝન એવા સનદી અધિકારીઓ વડોદરામાં આવ્યા કે જેઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહ્યા. એટલું જ નહીં સ્થાનિક નેતાઓ અને સ્થાનિક અધિકારીઓને પણ ભાગ બટાઈમાં સાથે રાખ્યા. વિપક્ષને પણ સમજોતા એક્સપ્રેસમાં જોડવાથી ભ્રષ્ટાચારને વેગ મળ્યો.વિપક્ષની બોબડી બંધ કરવા તેમને પણ જોડવાની એક નવી પ્રણાલીકા ચાલુ થઈ. જનતા 30 વર્ષ સુધી વિકાસની રાહ જોતી રહી .વડોદરા ક્યારેય સ્માર્ટ સિટી થઈ શક્યું નહીં.

ગાયકવાડી શહેર તરીકેની પોતાની ઓળખ પણ ગુમાવી દીધી. સંગઠનના કેટલાક પ્રમુખ સહિતનાં હોદ્દેદારોપણ એવા આવ્યા કે જે ટકાવારીની ભાષા બોલતા થઈ ગયા હતા. તમામ કોન્ટ્રાક્ટરો સાથે હળીમળીને ચાલતા કરોડોના પ્રોજેક્ટ થતા રહ્યા. શાસક પક્ષ અને વિપક્ષ બંનેને ચોક્કસ ટકાવારી ના ચેકો મળી જતા. કોન્ટ્રાક્ટરો દાન આપતા હોય એ રીતે પક્ષ-વિપક્ષને ખુશ રાખતા.હાલમાં પણ આ પ્રણાલીકા ચાલુ છે. જેથી વડોદરાનો વિકાસ અટક્યો છે. 30 થી 50 ટકા અબાઉમાં ટેન્ડર ભરાવવા માંડ્યા. તમામ હોદ્દેદારોને ચોક્કસ રકમ ભાગબટાઈમાં મળતી રહી. કરોડોના પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યા.કેટલાક પ્રોજેક્ટનાં બાળ મરણ થયા.વડોદરામાં આર પાર્થસારથી સાહેબ 1971 થી 1981 ની વચ્ચે રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર વખત પોસ્ટિંગ કર્યું.સૌથી સફળ,નોન કરપ્ટ કમિશનર તરીકે તેમણે ફરજ બજાવી હતી.વુડામાં ચેરમેન પણ હતા.વડોદરા સાથે લગાવ હતો.નિવૃત્તિ પછી પણ વડોદરામાં તેમની પુત્રી સાથે રહેતા હતા.તેઓ ચીફ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયા હતા.
વડોદરા શહેરને બોડી બામણીના ખેતર સમજીને, કોઈ પણ કમિશનર તરીકે આવે છે- કોઈપણ જાય છે. ખાલી હાથે આવે છે ને કોથળાઓ
ભરીને જાય છે. જ્યારથી કમિશનર બંગલામાં કેમ્પ ઓફિસ ચાલુ કરાઈ ત્યારથી ભ્રષ્ટાચાર કુદકે ને ભૂસકે વધ્યો.નેતાઓ-અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભાગબટાઈમાં કરોડોનો ધંધો થાય છે. શાસક પક્ષે જાણે ભ્રષ્ટાચારને સ્વીકારી લીધો છે.
Reporter: admin