નવી દિલ્હી : WHO ના મંતવ્ય પ્રમાણે મોબાઈલના કારણે ગંભીર બીમારીઓ થઇ શકે છે . મોબાઈલના કારણે લોકોને સતત માથામાં દુખાવો રહે છે અને આંખોમાં દુખાવો રહે છે .
સતત મોબાઈલ વાપરવાથી આંખોમાં નંબર આવે છે. માટે બને ત્યાં સુધી મોબાઈલને શરીર થી ૪ થી ૫ ફૂટ દૂર રાખો અને બિનજરૂરી વપરાશ ન કરો. નાના બાળકોને ખાસ મોબાઈલથી દૂર રાખો. WHOની માહિતી પ્રમાણે ફોનમાંથી નીકળતા RF રેડિએશનથી મગજને ડાયરેક્ટ ઇફેક્ટ થાય છે જેને લઇ યાદશક્તિ પણ ઓછી થાય છે . અને આંખોમાં દુખાવો રહે છે. બને ત્યાં સુધી મોબાઈલને રાત્રે સૂતી વખતે જોડે ન રાખવો જોઈએ. હમેશા મોબાઈલને પથારીથી દૂર રાખવો હિતાવહ છે.
મોબાઈલના રેડિએશનથી સતત માથાનો દુખાવો રહેતો હોય છે. આજકાલના પેરેન્ટ્સને જે નાના બાળકોને મોબાઈલ આપવાની આદત પડી છે ,એ ખોટી છે જેને કારણે બાળકના મગજનો વિકાસ થતો નથી માટે બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ જેથી આંખોને લગતી કોઈ બીમારી કે આંખોમાં નંબર ન આવે.
Reporter: admin