ઈડલી ચાટ બનાવવા માટે એક કપ ઈડલીનો લોટ, 50 ગ્રામ ફણસી, 50 ગ્રામ ગાજર, 100 ગ્રામ વટાણા, અંબોડીયાની ચટણી, લસણની ચટણી, જીણી સેવ, કોથમીરની ચટણી, મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
હવે ગાજર , ફણસી જીણા સમારી બાફી લેવા, વટાણા આખા બાફી લેવા. ઈડલીનો લોટ 5 થી 6 કલાક પલાડવો અને આથો આવે એટલે બાફેલા શાકભાજી ઉમેરી, મીઠુ ઉમેરી નાની નાની ઈડલી બનાવવી.દરેક ઈડલી પર ત્રણેય ચટણી અને જીણી સેવ નાખી ખાવા માટે ચાટ તૈયાર થઇ જશે. જો તમને પસંદ હોય તો ઉપરથી કોથમીર ભભરાવી શકો છો
Reporter: admin