પૌવાની ચકરી બનાવવા માટે સમગ્રીમાં એક કપ નાયલોન પૌવા, એક ચમચી જીરૂ, પાંચ થી છ લીલા મરચા, અને સ્વાદ અનુસાર મીઠુ જરૂર પડે છે.
પૌવાને જારીવાળા વાડકામા ધોવા. ત્યારબાદ પાણી નિતરી જાય એટલે વાસણમા કાઢી તેમાં મીઠુ, જીરૂ અને લીલા મરચા વાટીને નાખવા. પછી બરોબર મિક્ષ કરી લોટ બાંધવો. હવે સેવના સંચાથી તડકાંમા પ્લાસ્ટિક ઉપર ગોળ ચકરી થોડા થોડા અંતરે પાડવી અથવા તમે સેવ પણ પાડી શકો છો. ત્યારબાદ સુકાઈ જાય પછી તળીને ખાઈ શકો છો.આ ચકરી ખાવામાં સોફ્ટ અને ટેસ્ટી લાગે છે
Reporter: admin