News Portal...

Breaking News :

અવનવી વાનગી : પાલકના ગાંઠિયા બનાવવાની રીત

2024-10-24 14:19:10
અવનવી વાનગી : પાલકના ગાંઠિયા બનાવવાની રીત


પાલકના ગાંઠિયા બનાવવા માટે 500 ગ્રામ ચણાનો લોટ, એક વાડકી પાલક સમારી બાફેલી, બે ચોપ કરેલ લીલા મરચા, 50 ગ્રામ ચોપ કરેલ લીલું લસણ, ચપટી હજમો, ચપટી હિંગ, મીઠુ જરૂર પ્રમાણે , તેલ તડવા માટે જરૂરી છે.


પાલક, લસણ, મરચાની મિક્ષર જારમાં પ્યુરી બનાવી લો.હવે તેલ ગરમ કરવા મુકો.ચણાનો લોટ લઇ તેમાં અજમો, હિંગ,મીઠુ અને પ્યુરી લઇ લોટ બાંધી લેવો. હવે ગાંઠિયા પાડવા સઁચાને તેલ વડે ગ્રીસ કરી જાળી મૂકી ગાંઠિયા તેલમાં મુકવા લાગો. 


ગાંઠિયાને ઉલટાવી બીજી તરફ તળી લેવા જેથી બરોબર ક્રિસ્પી બને. આ ગાંઠિયા નાસ્તામાં ખાઈ શકો છો અને વધારે સમય સ્ટોર કરી શકો છો. જે ખાવામાં ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

Reporter: admin

Related Post