મૂળાના પરોઠા બનાવવા માટેની સામગ્રીમાં 200 ગ્રામ મૂળાની ભાજી, 1 મૂળો, 100 ગ્રામ બટાકા, લીલા મરચા, એક ચમચી લીબુંનો રસ, અડધી ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, 200 ગ્રામ ઘઉનો લોટ, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.
મૂળાની ભાજીણે સમારવી. મૂળાને છીણી લેવો. બટાકાણે બાફી માવો કરવો અને મૂળા મની ભાજી સાથે મેળવી લેવો. તેમાં મીઠુ, લીલા મરચા, હળદર, લીબું નો રસ, ગરમ મસાલો અને ખાંડ ઉમેરવા. લોટમાં મીઠુ અને મોણ ઉમેરી ઢીલો લોટ બાંધવો. મોટા લુઆ કરી વણી તેમાં મૂળાનો માવો ઉમેરવો અને લુઆણે બન્ધ કરી વણી, તવા પર તેલ મૂકી સેકી લેવો.
Reporter: admin