પનીર રોલ બનાવવા માટેની સામગ્રીમાં ચાર કપ ઘઉંનો લોટ, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, એક બાઉલ સમારેલા ધાણા, એક કપ છીણેલું પનીર, એક ચોપ કરેલ ડુંગળી, એક લીલું સમારેલું મરચું, એક ચમચી આદુ - લસણની પેસ્ટ, એક ચમચી લાલ મરચું, એક ચમચી ધાણાજીરું, એક ચમચી જીરું, ટોમેટો કેચપ સ્વાદ અનુસાર, બે ક્યુબ ચીજ, એક કપ સમારેલી કોબીજ, લીલી ચટણી જરૂરી છે.
એક વાસણમાં લોટ લઇ મીઠુ અને મોણ ઉમેરી નરમ લોટ બાંધવો. લોટને દસ મિનિટ માટે રેસ્ટ આપવો. ત્યારબાદ તવા પર બાંધેલા લોટના લુઆ કરી અટામણ લઇ રોટલી વણી સેકી લેવી. અને ઢાંકી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી જીરુંનો વઘાર કરવો. હવે તેમાં આદુ - લસણની પેસ્ટ, ડુંગળી સાંતળી લેવી. હવે તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી લેવા.
ત્યારબાદ ગેસ બન્ધ કરી છીણેલું પનીર ઉમેરી બધું મિક્સ કરી લેવું. હવે વણેલી રોટલી પર થોડુ થોડુ સ્ટફિંગ ઉમેરી રોટલી બે બાજુ બન્ધ કરી તવા પર તેલ મૂકી સેકી લેવી. વારાફરતી બધી રોટલી સ્ટફિંગ ભરી સેકી લેવી. ત્યારબાદ ખાવા માટે પનીર રોલ તૈયાર થઇ જશે.
Reporter: admin







