પનીર બરફી બનાવવામાટેની સામગ્રીમાં 1 લીટર દૂધ, 1 ચમચી લીબુંનો રસ, 1 કપ ખાંડ, 5 નંગ કેસર, 5 નંગ ઈલાયચી, બદામ અને પિસ્તા, વરખ જરૂરી છે.
દૂધને ગરમ કરી તેમાં લીબુંનો રસ ઉમેરવો જેથી દૂધ ફાટી જાય, હવે તેને કપડામાં બાંધી બધું પાણી નિતારી લેવું. હવે તેના પર વજન મૂકીને 2 કલાક રહેવા દેવું. ત્યારબાદ પનીર મસળી લેવું. ખાંડ ડૂબે એટલું પાણી લઇ તેની એક તારની ચાસણી બનાવવી. તેમાં કેસર લસોટીને ઉમેરવું.
ચાસણીમાં પનીર અને ઈલાયચીનો ભૂકો ઉમેરી ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી લેવું. હવે થાળીમાં ઘી લગાડી ઠારી દેવું. તેના ઉપર બદામ - પિસ્તાની કાતરી ભભરાવી દેવી. તેના પર વરખ લગાડી કાપા કરી ઠરવા દેવું.
Reporter: admin