News Portal...

Breaking News :

અવનવી વાનગી : પનીર બરફી બનાવવાની રીત

2024-11-14 14:12:14
અવનવી વાનગી : પનીર બરફી બનાવવાની રીત


પનીર બરફી બનાવવા માટે એક લીટર દૂધ, એક કપ ખાંડ, પાંચ નંગ ઈલાયચી, વરખ, એક લીબું, પાંચ નંગ કેસર, બદામ અને પિસ્તા જરૂરી છે.


દૂધને ગરમ કરવું, લીબુંના રસથી દૂધને ફેટવું. દૂધ ફાટી જશે એટલે તેને કપડામાં બાંધી પાણી નિતારી લેવું અને તેના પર વજન મૂકીને 2 કલાક રહેવા દેવું. ત્યારબાદ પનીરને મસળી લેવું. ખાંડ ડૂબે એટલું પાણી લેવું. એક તારની ચાસણી બનાવવી. તેમાં કેસર લસોટીને નાખવું. 


ચાસણીમાં પનીર અને ઈલાયચીનો ભૂકો નાખવો. બરોબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લેવું અને થાળીમાં ઘી લગાવી ઠારી લેવું. તેમાં ઉપરથી બદામ - પિસ્તાની કાતરી ભાભરાવવી. જો ચોકલેટ પસંદ હોય તો બરફી ઉપર ચોકલેટ કેટબરી છીણીને પાથરવી.

Reporter: admin

Related Post