પાલક પરોઠા બનાવવા માટેની સામગ્રીમાં 2 કપ ઘઉંનો લોટ, 3 કપ કાપેલી પાલક ભાજી, 1 ચમચી લસણ - આદુની પેસ્ટ, 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 3 ચમચી કોથમીર સમારેલી, બટર ઓપ્સનલ છે.
પાલક અને ધાણાને ધોઈ પાણી નિતારી લેવું. મિક્ષર જારમાં તેને ક્રશ કરી લેવી. આ પ્યુરી પાણી વગર બનાવવાની છે. એક વાસણમાં લોટ લઇ તેમાં તેલ, મીઠુ અને પાલકની પ્યુરી ઉમેરવી.તેમાં બધી પેસ્ટ ઉમેરવી અને થોડુ થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધવો. લોટને બધી બાજુ તેલ લગાવી મસળી લેવો. અને દસ મિનિટ માટે ઢાંકી લેવો.ત્યારબાદ લોટના ગુલા કરી લેવા અને હથેળીથી વચ્ચે ખાડો કરવો.
એક બાઉલમાં ઘઉનો સૂકો લોટ લેવો અને લુઓ લોટ વાળો ચોતરફ કરવો અને વણી લેવો. તેને બઉ જાડી કે બઉ પાતળી ન વણવી. હવે ગેસ ને ધીમી આંચ પર તવા પર બટર આથવા તેલ મૂકી સેકી લેવો. થોડો કલર બદલાઈ તેટલો આગળ પાછળ સેકી લેવો અને બટર લગાવી લેવો. તેને ચટણી અથવા સોસ સાથે ખાઈ શકો છો.
Reporter: admin