કાઠિયાવાડી ઢોકળી બનાવવા માટે ની સામગ્રીમાં એક કપ પાણી, અડધો કપ દહીં, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, એક ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણાજીરું, અડધી ચમચી ગરમ મસાલો, એક વાડકી ચણાનો લોટ, એક ચમચી કસ્તુરી મેથી, નાની વાટકી ઝીણી સમારેલી ડુંગળી, એક ચમચી આદુ, લસણ, મરચાની પેસ્ટ, ખાડા મસાલા ( લવિંગ, તમાલપત્ર, તજ સૂકું લાલ મરચું ) જરૂરી છે.
પાણી અને દહીં મિક્સ કરી લેવું. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું અને તૈયાર કરેલ દહીં વાળું પાણી ઉમેરવું. હવે તેમાં મરચું, ધાણાજીરૂ,હળદર અને મીઠું નાખી ઉમેરી ઉકાળવા દેવું, જયારે ઊકળી જાય એટલે ચણાનો લોટ નાખી સતત હલાવતા રેહવું અને ત્યારબાદ પાંચ મિનિટ રેસ્ટ આપવો.એક થાળીમાં તેલ લગાવી ઢોકળીનુ મિશ્રણ પાથરીને ઠંડુ પાડી ટુકડા કરવા.
બીજા એક વાસણમાં તેલ મૂકી તેમાં તજ, લવિંગ બાદીયાન, આખા મરી, તમાલપત્ર, સુકૂ લાલ મરચું, હળદર, જીરું મરચું પાઉડર ઉમેરી એમા સમારેલી ડુંગળી અને આદુ-લસણ-મરચાની પેસ્ટ નાખી સાંતળવા પછી એમા મીઠું અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરવું.ચઢી જાય એટલે બનાવેલ દહીંમાં કસ્તુરી મેથી અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ઉમેરી મિક્સ કરી ખાવા માટે પીરસવું.
Reporter: admin