કાજુ ગાંઠિયા બનવવા માટેની સામગ્રીમાં 150 ગ્રામ પેલાળેલા કાજુ, 150 ગ્રામ ગાંઠિયાનો ભૂકો, 100 ગ્રામ ગાંઠિયા, 100 ગ્રામ ચવાણું, એક બાઉલ ટામેટાની ગ્રેવી, એક બાઉલ ડુંગળીની ગ્રેવી, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, તજ, લવિંગ, તમાલપત્ર જરૂરી છે.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થયાં બાદ તેમાં ગ્રેવવી ઉમેરી બધા મસાલા ઉમેરો. તેમાં ગાઠીયા ને ચવાણાનો ભૂકો ઉમેરો. પળાલેળા કાજુ ઉમેરો. શાકનો મસાલો ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું, ધાણાજીરુ, મસાલા ઉમેરો. માત્ર થોડીક મિનિટોમાં કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઇ જશે.
Reporter: admin







