વડોદરા : અતુલ શાહ વડોદરા શહેરમાં આવેલ કોઠી ચાર રસ્તાના રહેવાસી છે. 1998થી મહાત્મા ગાંધીજી પર કલેકશન કરી રહ્યા છે.
2009થી તેઓ લોકો માટે 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર દરમિયાન વડોદરા વાસીઓ માટે પ્રદર્શન રાખતા હોય છે. અતુલ શાહ દ્વારા સ્વતંત્રતા દિવસનું મહત્વ અને તેમાં મહાત્મા ગાંધીજીની ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવેલ છે. 15મી ઓગષ્ટ, 1947માં ભારત દેશને આઝાદી મળી હતી. આ વર્ષે 75 વર્ષ સ્વતંત્રતા દિવસને થયા એ નિમિતે અતુલભાઈ પાસે 15મી ઓગષ્ટ, 1947 ને લગતું મોમેન્ટો છે. આ મોમેન્ટોમાં આઝાદીના લડવૈયાઓને બતાવવામાં આવેલ છે.
એ મોમેન્ટની બીજી તરફ ગાંધીજી સહીત જાંસીની રાની, મંગલ દેશપાંડે, રવીન્દ્રનાથ ટાગોર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલકના નકશીકામ કરેલું બ્રાસનો સિક્કો છે આજના સંદર્ભમાં આપણે કહીએ તો અખંડ ભારતનો નારો જે આપણે બધા લગાવી રહ્યા છે, તો અખંડ ભારતનો નકશો પણ કેવા પ્રકારનો હોય, તેને પણ ફોટા સાથે પ્રદર્શિત કરેલ છે. મેક ઈન ઇન્ડિયાના વિચારમાં ખાદી ગ્રામ ઉદ્યોગે વર્ષો પહેલા જે કારીગરો કામ કરતા હોય અને પગાર ના લે, એમને ખાદીની હૂંડી આપવામાં આવતી હતી. ત્યારે અતુલ શાહ દ્વારા ગાંધી બાપુ ના સંગ્રહનું ગાંધીજી તપોભૂમિ એક્ઝિબિશન યોજ્યું આ એક્ઝિબિશન ૨ ઓક્ટોબર થી 4 ઓક્ટોબર સુધી ખુલ્લુ રહેશે.
Reporter: admin