યુવા પાંખમાં પણ કોઈપણ ઉમેદવારની પસંદગી કરતી વખતે થાપ ખાઈ ગયા તો એક સડેલી કેરી બીજી સારી કેરીને પણ સડાવશે, એ વાત નક્કી છે
સંસ્કારી અને શિસ્તબદ્ધ પાર્ટી હવે આવા લોકોને પણ સમાવશે?

યુવા મોરચામાં સમાવવા સામે ખુદ યુવા મોરચામાં જ ગણગણાટ શરુ થયો
ભારતીય જનતા પાર્ટી જે વિશ્વ ની સૌથી મોટી પાર્ટી છે અને જે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી હોય છે, તેના દ્વારા હવે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતા યુવાનોને પાર્ટીમાં જોડાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો જૈનમ જોશી દ્વારા ભારતીય યુવા મોરચામાં જોડાવવાના પ્રયાસ સાફ દેખાઈ રહ્યા છે. જેથી યુવા મોરચાના કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો જૈનમ જોશી દ્વારા ભારતીય યુવા મોરચામાં જોડાવવાના પ્રયાસ સાફ દેખાઈ રહ્યા છે. જેથી યુવા મોરચાના કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.હાલમાં જૈનમ જોશીનો એક વિડિઓ વાયરલ થયો છે. જેમાં તેઓ યુવા મોરચા માટે એક ભાષણ આપતા જોવા મળી રહ્યા છે. જેમાં આ વિડિઓથી સ્પષ્ટ કહી શકાય કે તેઓ ભારતીય યુવા મોરચામાં જોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેથી યુવા મોરચાના કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે. સમગ્ર મામલો એવો છે કે જૈનમ જોશી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પણ જૈનમ જોશી ઉપર એમ. એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીનીઓની છેડતી કરવાના આરોપ લાગ્યા છે. એના સિવાય વિદ્યાર્થીનીઓની મંજૂરી વગર તેમના વિડિઓ ઉતારવા અને બિભત્સ ફોટો બનાવવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે.

ડેપ્યુટી પોલીસ કમિશનર કક્ષાના અધિકારીના હાથે રંગે હાથ પકડાયો હતો. આની સાથે જૈનમ જોશી પઠાણ ગ્રુપ સાથે સંકળાયેલો હોવાની પણ વાત સામે આવી રહી છે. પઠાણ ગ્રુપ એ કૉલેજ માં છોકરીઓ અને વિધાર્થીઓ નીઓની છેડતી માટે જાણીતું હતું અને એના ઉપર અનેકો વખત છેડતીના ગુના દાખલ થયા છે. જેથી તેઓને યુનિવર્સિટીથી સસ્પેન્શન આપી માત્ર પરીક્ષા દરમ્યાન યુનિવર્સિટી આવવાનું હુકમ કરવામાં આવ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિનીએ પણ જૈનમ જોશી સામે થયેલી ફરિયાદમાં વધુ તપાસ હાથ ધરવા માટે યુનિવર્સિટીના રજીસ્ટ્રારને 10 ઓગસ્ટ 2023 ના રોજ અરજી કરી હતી. આ અરજી માં લખવામાં આવ્યું હતું કે જૈનમ જોશી દ્વારા એફ. વાય. બી.કોમની બેઠકો વધારવા અંગે જયારે મોરચો કરવામાં આવ્યો હતો તેમાં વિદ્યાર્થીનીઓની મંજૂરી વગર તેમના વિડિઓ ઉતારવામાં આવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા તેને રોકવામાં આવ્યો ત્યારે જૈનમે એમની સાથે બીભત્સ વાણી નો પ્રયોગ કરી અને હાથા પાઈ કરી હતી. આ સમગ્ર મામલે જ્યારે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે જે તે સમય ના ડીસીપી ઝોન 1 જુલી કોઠીયા દ્વારા તપાસ દરમ્યાન જૈનમ જોશી ના મોબાઈલમાંથી અન્ય યુવતીઓના ફોટા બીભત્સ રીતે એડિટ કરી અન્ય લોકોને મોકલી હોવાનો તથા તે છોકરીઓની આબરૂ જાય તેમ તેઓ પ્રોસ્ટિટ્યૂટ હોય તે રીતે તેઓના ભાવ પણ લખી અન્ય ને મોકલેલ હતા !! ઉલ્લેખનીય છે કે એક બાજુ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ત્રી સશક્તિકરણ, બેટી બચાઓ બેટી પઢાઓ, મહિલાઓના ઉદ્ધાર માટેની મોટી મોટી વાતો કરવામાં આવે છે ને બીજી બાજુ આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા યુવાઓને ભારતીય યુવા મોરચામાં લેવામાં આવે છે. આવી તો ભારતીય જનતા પાર્ટી ની શું મજબૂરી રહી હશે કે તેમને જૈનમ જોશી જેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા યુવાને, યુવા મોરચા માં જોડાવવાનું પ્રયાસ કરવું પડી રહ્યું છે? શું ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓમાં માણસને પરખવાની પકડ નથી? શું યુવા મોરચામાં શામેલ થતા પહેલા પોલીસ વેરિફિકેશન નથી થતું? જૈનમ જોશીને જોડાવવાના પ્રયાસો જોઈ ભારતીય યુવા મોરચાના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.
જૈનમ જોશીએ પઠાણ ગ્રુપ સાથે સંકળાયેલો હોવાની વાત જાણવા મળી રહી છે. જે ગ્રુપ ઉપર અગાઉ મહિલાઓની છેડતીના ગુના દાખલ થયા છે. જૈનમ જોશી પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગ્રુપને માત્ર પરીક્ષા દરમ્યાન જ યુનિવર્સિટીમાં પ્રવેશ કરવાની પરવાનગી હતી.
જૈનમ જોશીએ પઠાણ ગ્રુપ સાથે સંકળાયેલો હોવાની વાત જાણવા મળી રહી છે. જે ગ્રુપ ઉપર અગાઉ મહિલાઓની છેડતીના ગુના દાખલ થયા છે. જૈનમ જોશીએ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગ્રુપને માત્ર પરીક્ષા દરમ્યાન યુનિવર્સિટીમાં પ્રવેશ કરવાની પરવાનગી હતી. તેના પઠાણ ગ્રુપ સાથેના અને એવા બીજા ફોટા તથા વિડિઓ વાયરલ થયા છે.
જૈનમ જોશી જેને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં અગ્રણીઓ દ્વારા જોડાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે અગાઉ વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસ ઉમેદવાર ગુણવંતરાય પરમાર માટે પ્રચાર કરતો જોવા મળ્યો હતો.


Reporter: admin







