દિલ્હી : AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગ્રેટર કૈલાશના સાવિત્રી નગર વિસ્તારમાં પદયાત્રા કરી હતી. મોટી સંખ્યામાં લોકો તેમને મળવા આવ્યા હતા, જેમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સામેલ હતા.
અરવિંદ કેજરીવાલ બધાને મળી રહ્યા હતા, ત્યારે અચાનક એક વ્યક્તિએ તેમના પર સ્પિરીટ ફેંકયુ અને બીજા હાથમાં દિવાસળી હતી. તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો આ ગંભીર બાબત છે. જ્યારથી અરવિંદ કેજરીવાલે પદયાત્રા શરૂ કરી છે ત્યારથી ભાજપને ત્રીજી વખત વિધાનસભા ચૂંટણીમાં પોતાની હારનો અહેસાસ થઈ રહ્યો છે, તેથી હવે તેઓ તેમની વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે.
પદયાત્રા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પદયાત્રા સાવિત્રી નગર ચૌપાલથી શરૂ થઈ મેઘના મોટર્સ ખાતે સમાપ્ત થઈ હતી. શનિવારે સાંજે લગભગ 5:50 વાગ્યે જ્યારે અરવિંદ કેજરીવાલ તેમના સમર્થકો સાથે હાથ મિલાવતા હતા ત્યારે અશોક ઝા નામના વ્યક્તિએ તેમના પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. અશોક ઝા ખાનપુર ડેપોમાં બસ માર્શલ તરીકે કામ કરે છે.
Reporter: admin







