વડોદરા: સાયબર માફિયાઓ હવે સામાન્ય જનતાની સાથે સાથે દિગ્ગજ નેતાઓને પણ નિશાન બનાવી રહ્યા છે.

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને મુંબઈ પોલીસના નામે ફેક કોલ કરીને ડરાવવાનો અને ડિજિટલ એરેસ્ટમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે આશરે 11:27 વાગ્યે યોગેશ પટેલના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાનો પરિચય મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપ્યો હતો અને હિન્દી-ગુજરાતી મિશ્રિત ભાષામાં વાત કરી હતી.
વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરને જાણ કરી, જેના પગલે સાયબર ક્રાઈમ સેલે તપાસ શરૂ કરી છે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી અને શહેરમાં આડેધડ વેચાતા બિનઅધિકૃત સિમકાર્ડ પર કડક નિયંત્રણ લાવવા સૂચન કર્યું.
Reporter: admin







