આગામી 25 તારીખે સ્થાયી સમીતીની બેઠક યોજાશે જેમાં કાર્યપાલક ઇજનેર પશ્ચિમ ઝોન દ્વારા 2 કામની દરખાસ્ત, ફાયર વિભાગની 2 દરખાસ્ત, ઓડિટ વિભાગની 2 દરખાસ્ત, પાણી પુરવઠા વિભાગની 1 ઉંચા ભાવની દરખાસ્ત તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની એક દરખાસ્ત તથા એક ઝુ શાખાની દરખાસ્ત તથા સામાન્ય વહિવટ વિભાગની 1 દરખાસ્ત મળી 10 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
જો કે અધિકારીઓએ 35.24 ટકા વધુ ભાવે પાણી પુરવઠા વિભાગની દરખાસ્ત રજૂ કરીને કોન્ટ્રાક્ટર એસ,.કે.મકવાણા આગળ ઘૂંટણીયા ટેકવી દીધા છે. પૂર્વ ઝોનમાં આજવા રોડ નિલય પાર્કથી અમરદીપ બંગલોઝ સુધી 300 મીમીની પાણીની લાઇન નાખવાના એસ.કે.મકવાણાની 35.24 ટકા વધુ ભાવની 45,48,926,93 રુપિયાના કામની દરખાસ્ત સ્થાયીમાં કરવામાં આવી છે. લોકોને જેટલા લૂંટી લેવા હોય તેટલા લૂંટી લો તેવું વલણ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા કરાયું છે.
પહેલા 9 ટકાના ઘટાડા સાથે 48.61 હતા હવે જાણે એહેસાન કરતા હોય તેમ 35 ટકાના વધુ ભાવની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ઉપરાંત વોટર સપ્લાય, સેનિટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના 42 કામો માટે 278 કરોડ ખર્ચ કરવાની પણ મંજૂરી માગવામાં આવી છે.
Reporter: admin