વલસાડ: વાપીમાં ડ્રગ્સને લઈ એટીએસએ રેડ કરી છે, વાપીના પોશ વિસ્તારમાં એક બંગ્લામાં ડ્રગ્સ લાવી તેનું સપ્લાય થતું હોવાની વાત સામે આવી હતી અને તેના આધારે દરોડા પાડવામાં આવ્યા છે.
વાપીના પોશ વિસ્તારના ચલામાં એક મકાનમાં રેડ પાડવામાં આવી છે, ATSની ટીમે મોટી માત્રમાં ડ્રગ્સ ઝડપ્યું છે અને ATS ટીમે બે લોકોની અટકાયત કરી છે, ડ્રગ્સ લાવી અલગ-અલગ જગ્યાએ સપ્લાય થતું હોવાની માહિતી ગુજરાત એટીએસને મળી હતી અને કાર્યવાહી કરવામાં આવી છે.
પૂછપરછમાં મોટા નામ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, વલસાડ SOGની ટીમ સાથે ATSએ સંયુકત ઓપરેશન પાર પાડયું છે. તો મોટા નામો કયા સામે આવે છે તે જોવાનું રહ્યું.
Reporter: admin







