PPP પ્રોજેક્ટમાં ગેરરીતિઓ ઉઘાડી: VIP ઝોનમાં સુરક્ષાનો મોટો સવાલ
કોંગ્રસ દ્વારા પોલીસ પાસે FIRની માંગ—બેદરકારી, ગેરરીતિ અને ગોટાળા સામે સખત કાર્યવાહીનો દબાવ
ગેરમંજૂર બે હોટલ–મેરીજ પ્લોટનો આક્ષેપ, વર્ષોથી બેલેન્સ શીટ અને લાયસન્સ વગર પ્રોજેક્ટ ચાલુ

ચોરી બાદ પણ પ્રોજેક્ટ ચાલુ રાખવાનું નિર્ણય પ્રશ્નચિહ્ન—મહાનગરપાલિકામાં હાહાકાર
વડોદરા મહાનગરપાલિકાના બહુચર્ચિત પી.પી.પી. પ્રોજેક્ટ “આતાપી વન્ડરલેન્ડ” સંબંધિત ગંભીર ગેરરીતિઓ, બેદરકારી તથા તપાસ ફાઈલની ચોરી અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવાની લેખિત અરજી કરવામાં આવી છે.અરજીમાં જણાવ્યા મુજબ 2015–16 દરમિયાન VMC-એ G.S.F.C. સાથે નમેટા ગાર્ડનની વિકાસ કામગીરી માટે PPP મોડેલ હેઠળ MOU કર્યું હતું. ત્યારબાદ 2017માં G.S.F.C.એ કરાર પાછો ખેંચતા નવા MOU સાથે આતાપી વન્ડરલેન્ડને પ્રોજેક્ટ સોંપાયો હતો.
આ કરારમાં ફક્ત રાઈટ્સની મંજૂરી હોવા છતાં બે હોટલ અને મેરીજ પ્લોટ જેવા ગેરમંજૂર બાંધકામો ઉભા કરાયા હોવાનો આક્ષેપ છે.આ ગેરરીતિઓ અંગે તૈયાર કરાયેલી તપાસ ફાઇલ માર્કેટ ઓફિસમાંથી કમિશનર નિવાસ કેમ્પ હાઉસ—કમટીબાગ ખાતે ખસેડવામાં આવી હતી. અરજદાર મુજબ પૂર્વ કમિશનર દિલીપકુમાર રાણાના કાર્યકાળ દરમિયાન ફાઇલ ચોરી થઈ ગઈ,કમિશનર નિવાસ વિસ્તાર VIP ઝોન હોવાથી CCTV કેમેરા અને સુરક્ષા સ્ટાફની હાજરી હોવા છતાં ફાઇલ ગુમ થવી “ગંભીર બેદરકારી” ગણાવી છે. ફરિયાદમાં અનેક ગંભીર ગેરરીતિઓ ઉલ્લેખાયેલી છે, જેમ કે—વર્ષિક બેલેન્સ શીટ રજૂ ન થવી, બેંક ગેરંટી ન આપવી, ઈન્ટિરિયર નકશા–ફાયર લાઈસન્સ–સેફ્ટી–ઈલેક્ટ્રીકલ નિરીક્ષણ રિપોર્ટ ન હોવા, એડવાન્સ રકમ નહીં ભરવી, મેમોરેન્ડમ ઓફ અંડરટેકિંગનો ભંગ, સત્વાર નોટિસ છતાં કાર્યવાહી ન થવી વગેરે.તપાસમાં ફાઇલની ચોરી કરનાર અથવા સહાયક વ્યક્તિઓની ઓળખ કરી કાયદેસર કાર્યવાહી.
Reporter: admin







