News Portal...

Breaking News :

સાવલી તાલુકા સેવા સદન ખાતે આધારકાર્ડ,રેશનકાડૅ કઢાવવા માટે અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો.

2024-06-27 18:12:38
સાવલી તાલુકા સેવા સદન ખાતે આધારકાર્ડ,રેશનકાડૅ કઢાવવા માટે અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો.


સાવલી તાલુકા સેવા સદન ખાતે જન સેવા કેન્દ્ર ચાલતું હોય. ત્યાં એજન્ટ રાજ હોય તેવો આક્ષેપ તાલુકા ની જનતા દ્વારા  કરવામાં આવ્યો છે. 


સાવલી તાલુકા માં દૂર દૂર થી લોકો  આધાર કાર્ડ કઢાવવા માટે સવાર થીજ એવી ને ચાર ચાર કલાક સુધી નાના બાળકોને લઈ ઉભું રહેવું પડે છે અને રોજના 50 ટોકન મળે છે તો આજે મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો ત્યારે એવું જાણવા મળ્યું કે અહીંયા તો કોણ છે અને કોઈપણ જાતનું અરજદારનું ટોકન નંબર લઇ ફોર્મ કે રજીસ્ટર માં એન્ટ્રી કે ફોર્મ ઉપર નામ કે કોઈ મોબાઈલ નંબર પણ નથી શું આ ફોર્મ બહાર ના એજન્ટોને આપવામાં આવે છે. 


આધાર કાર્ડ ,રેશન કાર્ડ, નાં નામે અરજદારો પાસે થી ૧૦૦/૨૦૦ રૂપિયા એંઠી લે છે તેઓ આક્ષેપ કરવામાં આવ્યો.પણ ધરમ નાં ધક્કા ખાવા નો વારો આમ જનતા ને પડે છેઆ બાબતની જાન સાવલી મામલતદાર ને કરાતા સાવલી મામલતદાર પી.જે પટેલે તાત્કાલિક નાયબ મામલતદાર ને બોલાવી ને તપાસ હાથ ધરાઇ. સાવલી મામલતદાર કચેરીમાં નરવા કુંજરવા જેવી સ્થિતિ અત્યારે ઊભી થઈ છે થોડાક સમય પહેલા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જમીન કૌભાંડ બહાર પાડ્યું હતું ત્યારબાદ ફરી એકવાર સાવલી તાલુકા સેવાસદનની સ્થિતિ કથડેલી હોય તેવું લાગી રહ્યું છે.સાવલી નગર સેવા સદન માં જન સેવા કેન્દ્ર બન્યું ધક્કા કેન્દ્ર પ્રાઇવેટ એજન્ટો અને કર્મચારીઓ ની મિલી ભગત નાં લીધે નિર્દોષ જનતા ને હાલાકી ભોગવી પડી રહી છે.


Reporter: News Plus

Related Post