News Portal...

Breaking News :

કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલના કહેવાથી રોડ કોન્ટ્રાક્ટરે ગેરકાયદેસર રીતે ફેન્સિંગ તોડી નાખ્

2024-12-08 11:46:41
કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલના કહેવાથી રોડ કોન્ટ્રાક્ટરે ગેરકાયદેસર રીતે ફેન્સિંગ તોડી નાખ્


વડોદરા : વડોદરાના છાણી ગામમાં કોર્પોરેશન દ્વારા છાણીથી દુમાડ સુધી પાકો રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેને લઈ અનેક ખેડૂતોની જમીન કપાતમાં લીધી છે. 


ત્યારે ડાહ્યાભાઈ પટેલના ખેતરના કેટલાક ભાગને પણ કપાતમાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે, પણ ટી.પી. ફાઇનલ ન થતાં તેમજ ખેડૂતને ફાઇનલ પ્લોટની ફાળવણી ન કરાતા હજી સુધી જમીન કપાતમાં લેવામાં આવી નથી. ત્યારે ખેડૂતને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર રોડ કોન્ટ્રાક્ટરના માણસોએ ખેડૂતના ખેતરને કરેલ તારની ફેન્સિંગ પર જે.સી.બી. મશીન ફેરવી દેતા વિવાદ થયો છે. ખેડૂતે આ કૃત્ય માટે કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલ પર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલના કહેવાથી રોડ કોન્ટ્રાક્ટરે ગેરકાયદેસર રીતે ફેન્સિંગ તોડી નાખ્યાનો આક્ષેપ કર્યો. 


સમગ્ર મામલો છાણી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો. જ્યાં પોલીસે ખેડૂતની અરજી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.ખેડૂતે આરોપ લગાવ્યો કે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ કે રોડ શાખાના એક પણ અધિકારી કાર્યવાહી કરવા નથી આવ્યા. કોર્પોરેટરે આ કાર્યવાહી કરાવી છે, જેના લીધે તેને ઉગાડેલો ઉભો પાક પશુઓ બરબાદ કરી નાખશે તેવો તેમણે ડર સતાવી રહ્યો છે. ખેડૂતના આક્ષેપ મામલે કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલે કહ્યું કે, “તમામ આક્ષેપો પાયાવિહોણા છે. મેં ખેડૂત સાથે વાત નથી કરી તેમજ ફેન્સિંગ તોડવા રોડના કોન્ટ્રાક્ટરને કોઈ સૂચના પણ નથી આપી. ખેડૂતે મને ખોટી રીતે વિવાદમાં ઘસડ્યો હોવાથી માનહાનિનો દાવો કરીશ.”

Reporter: admin

Related Post