News Portal...

Breaking News :

રાતે બે નશેબાજોએ રાત્રિ બજારમાં માતા-પિતાના હાજરીમાં પુત્રીની છેડતી કરી

2025-04-20 13:50:50
રાતે બે નશેબાજોએ રાત્રિ બજારમાં માતા-પિતાના હાજરીમાં પુત્રીની છેડતી કરી


વડોદરા :શહેરમાં નશેબાજો બેફામ બન્યા છે. નશામાં કાર  ચલાવી  લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવે છે. 


ગઇકાલે રાતે બે નશેબાજોએ રાત્રિ બજારમાં માતા - પિતાના હાજરીમાં જ તેઓની  પુત્રીની છેડતી કરી  હતી. તેમજ પિતા  કહેવા જતા નશેબાજોએ તેઓને માર માર્યો હતો. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.નવાપુરા વિસ્તારમાં રહેતા વેપારી પત્ની અને ત્રણ  પુત્રીઓ સાથે ગઇકાલે મોડીરાતે રાત્રિ બજારમાં ગયા હતા. વેપારી કારમાંથી નીચે ઉતરી બજારમાં ગયા હતા. તેમના  પત્ની અને ત્રણ પુત્રીઓ કારમાં બેઠા હતા. તે દરમિયાન રાત્રિ બજારમાં આવેલા બે નશેબાજો કારમાં બેસેલી વેપારીની પુત્રીઓને ખરાબ રીતે જોતા હતા. જેથી, વેપારી તેઓને કહેવા જતા નશેબાજ આરોપીઓએ ગાળો બોલી માર માર્યો હતો. 


તેમજ આરોપીએ કારનો દરવાજો ખોલી વેપારીની સગીર વયની 12 વર્ષની દીકરીને હાથ પકડવાની કોશિશ કરી હતી. જેથી, વેપારીઅં કંટ્રોલ રૂમમાં કોલ કરતા હરણી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે  પહોંચી ગયો હતો. પોલીસે નશેબાજ જગરુપસીંગ મેજરસીંગ જોહલ તથા મનદીપસીંગ હરદેવસીંગ જોહલ ( બંને રહે. ગુરુનાનક નગર, છાણી જકાત નાકા)ને ઝડપી પાડી છેડતી અને પોક્સો એક્ટ  હેઠળ ગુનો દાખલ કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin

Related Post