પ્રોહીબિશન તેમજ ચોરી લૂંટના ગુનાઓમાં ત્રણ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આ ત્રણ આરોપીઓને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી અને ગુનેગારોને પાસા તેમજ હદપાર જેવા પગલાં લેવા માટે સૂચના આપી હતી. જેના આધારે હાલમાં જામીન મેળવી છટકી ગયેલા મકરપુરા વિસ્તારનાં બે બૂટલેગરોનાં મામલામાં મુખ્ય સૂત્રધાર વિપુલ રમેશભાઈ પંચાલને પીસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. અગાઉ દારૂ અંગેના 25 ઉપરાંત ગુનામાં સંડોવાયેલો વિપુલ પંચાલ રહે. ઘાઘરેટિયા મકરપુરાની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલ ખાતે મોકલી આપ્યો છે.અગાઉ વારંવાર વાહન ચોરીમાં સંડોવાયેલો પ્રકાશ વિજયભાઈ રાજપૂતને પોલીસે ઝડપી પાડ્યો છે
અગાઉ વાહન ચોરીના 20 બનાવોમાં ઝડપાઈ ચૂકેલો પ્રકાશ રાજપૂત રહે. વીમા દવાખાના પાસે. વારસિયાની પણ પાસા હેઠળ અટકાયત કરી ભૂજ મધ્યસ્થ જેલ ખાતે મોકલી અપાયો છે. જ્યારે રિક્ષામાં પેસેન્જરને બેસાડી લૂંટ ચાલવાના બે જુદા બનાવો બન્યા હતા, જેમાં રાત્રીના સમયે પેસેન્જરને બેસાડી અંધારામાં લઇ જઇ લૂંટી લેનાર રિક્ષા ચાલક જાવિદખાન યુસુફખાન પઠાણની અટકાયત કરવામાં આવી હતી.એકતાનગર ઝૂંપડપટ્ટી આજવારોડ બંને બનાવોમાં સંડોવાયેલો હતો એની અટકાયત બાદ તેને રાજકોટ જેલ ખાતે મોકલી દેવાયો છે.
Reporter: News Plus







