જયપુર: વરરાજા અને કન્યા સાત ફેરા માટે મંડપમાં બેઠા. પંડિતજીએ મંત્રનો પાઠ શરૂ કરતાની સાથે જ વરરાજા મંડપ માંથી ભાગી ગયો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે પ્રખ્યાત મહાદેવ બેટિંગ એપ કેસમાં વોન્ટેડ સૌરભ આહુજાને પકડવા માટે ત્યાં દરોડો પાડ્યો હતો.
ED ને ખબર પડી ગઈ હતી કે આરોપી સૌરભ ગુપ્ત રીતે લગ્ન કરી રહ્યો છે, તેને પકડવા માટે, ED એ તે જ દિવસે દરોડા પાડવાનું આયોજન કર્યું હતું. ED ફેરા પછી સૌરભ આહુજાને પકડવા માંગતી હતી, પરંતુ સૌરભને તેનો સંકેત મળી ગયો. આવી સ્થિતિમાં, તે મંડપની વચ્ચેથી ભાગી ગયો. ફેરા પહેલા વરરાજા સૌરભ ભાગી ગયા બાદ તેની દુલ્હન અને અન્ય મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ ED એ લગ્નમાં આવેલા આ જ કેસના આરોપી પ્રણવેન્દ્ર સહિત ત્રણ લોકોને પકડ્યા કે તરત જ બધાને આ બાબતની ખબર પડી. આ પછી, ED અધિકારીઓએ કન્યાની પણ પૂછપરછ કરી પરંતુ કંઈ મળ્યું નહીં. એટલું જ નહીં, ED એ વરરાજા અને કન્યા બંનેના પરિવારો પાસેથી પણ માહિતી એકત્રિત કરી.
મળતી માહિતી મુજબ, ભારતના સૌથી મોટા ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ પૈકીના એક મહાદેવ બેટિંગ એપ દ્વારા કરોડો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારોના કેસમાં રાયપુર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ જયપુર પહોંચી હતી. જ્યાં તેમણે આરોપી સૌરભ આહુજાને પકડવા માટે દરોડા પાડ્યા હતા, પરંતુ વોન્ટેડ આરોપી ED અધિકારીઓને ચકમો આપીને ભાગી ગયો.ભોપાલમાં રહેતા આરોપી સૌરભ આહુજા પરિવારે રાયપુરથી મુખ્ય આરોપીના લગ્નની પાર્ટી માટે વિમાન બુક કરવામાં ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ રાયપુર ED ટીમ સૌરભ આહુજાની પાછળ પડી હતી. પરંતુ જ્યારે ED ને સંકેત મળ્યો કે સૌરભ પોતાના લગ્ન માટે જયપુર પહોંચ્યો છે, ત્યારે ED અધિકારીઓ પણ તેનો પીછો કરી રહ્યા હતા. આ પછી, ED અધિકારીઓ સંપૂર્ણ તૈયારી સાથે હોટેલ પર પહોંચ્યા જ્યાં આહુજા પરિવાર રોકાયો હતો. પરંતુ તેમ છતાં સૌરભે ED અધિકારીઓને મૂર્ખ બનાવ્યા. જોકે, EDએ અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી અને તેમને ફ્લાઇટ દ્વારા રાયપુર લઈ ગયા.
Reporter: admin







