શનિદેવ ફાઉન્ડેશન, વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા સરકારી યોજના કેમ્પ યોજવામાં આવ્યા. શહેરના ગોત્રી, વાસણા, ભાયલી વિસ્તારમાં કેમ્પ યોજવામાં આવ્યા.

19 જાન્યુઆરીથી કેમ્પની શરૂઆત કરી હતી, જે આજે ભાયલીના હરસિધ્ધિ માતાના મંદિરના પ્રાંગણમાં કેમ્પની પૂર્ણાહુતિ થઈ છે. કેમ્પમાં રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી E-KYC કરી આપવામાં આવ્યું. તેની સાથે નવું ઈલેક્શન કાર્ડ અથવા ઈલેક્શન કાર્ડમાં સુધારો, આયુષ્માન કાર્ડ અને આયુષ્માન વય વંદના કાર્ડ લોકોને કાઢી આપવામાં આવ્યા. કેમ્પમાં ગોત્રી, વાસણા, ભાયલી, તાંદલજા, સૈયદ વાસણા અને હરિનગર વિસ્તારના 5000 નાગરિકોએ ભાગ લઈ લાભ લીધો છે.10 રવિવારના કેમ્પમાં આયુષ્માન કાર્ડ અને ઈલેક્શન કાર્ડ માટે 500-500 નાગરિકો, રેશન કાર્ડ E-KYC માટે 4000 જેટલા નાગરિકો તેમજ આયુષ્માન વય વંદના કાર્ડ માટે 150 જેટલા નાગરિકોએ કેમ્પમાં ભાગ લઈ લાભ લીધો છે.

શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ અવાર નવાર વિસ્તારમાં સામાજિક, ધાર્મિક તેમજ લોક ઉપયોગી કામ કરી રહ્યા છે, જેમાં વિસ્તારના નાગરિકોનો ખૂબ સહયોગ મળી રહ્યો છે. સરકારી યોજના કેમ્પ માટે પુરવઠા વિભાગનો ખૂબ સહયોગ અને સાથ સહકાર મળ્યો છે, સાથે જ તમામ ઓપરેટરોએ પણ નાગરિકો માટે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અને જવાબદારી બજાવી છે. શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરો મનીષ અગ્રવાલ, અનુદીપ શેઠ, ભાવિન સોની, જય કાપડિયા, યોગેન્દ્ર રાઠોડ, વિજય શર્મા, આશિષ નાગર, નયન સપકાલ, રોહિત અગ્રવાલ, નરેન્દ્ર નાઈ, પ્રીતિ અગ્રવાલ, દિનેશ ફીટર, નિકુંજ પરમાર, સુરેશ દેસાઈ, રાગિનીબેન જાધવ સહિત અનેક લોકોની મહેનતથી તમામ 10 કેમ્પ સફળતા પૂર્વક પૂરા થયા છે.
Reporter: admin