અમદાવાદ: વિમાન દુર્ઘટનાનો વીડિયો રેકોર્ડ કરનારો આર્યન ડરેલો છે. ગુરૂવારે જ આર્યન પોતાના ગામથી અમદાવાદ પહોંચ્યો હતો. અહીં પહોંચીને તેણે જોયું કે, ઘરની પાસે જ એરપોર્ટ છે.

એરપોર્ટથી સતત વિમાન અવર-જવર કરી રહ્યા હતા. આ દ્રશ્યએ આર્યનને ઉત્સાહિત કર્યો અને તેની પાસેથી પસાર થઈ રહેલા વિમાનનો વીડિયો રેકોર્ડ કરવાનો પ્લાન બનાવ્યો. આર્યનનો પ્લાન હતો કે, વિમાનનો વીડિયો બનાવીને ગામડે લઈ જશે અને મિત્રોને બતાવશે. જોકે, આ દરમિયાન એર-ઈન્ડિયાનું બોઇંગ-787 વિમાને ઉડાન ભરી. જ્યારે આ વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી ઉડ્યું તો આર્યને વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. જોતજોતામાં વિમાન નીચે આવી ગયું અને બિલ્ડિંગ સાથે અથડાઈ ગયું. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, તેનાથી લાગેલી આગથી આખો વિસ્તાર ધુમાડાગ્રસ્ત થઈ ગયો હતો.
આર્યને જણાવ્યું કે, 'જ્યારે હું વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો તો તેને ખબર નહતી કે, આ વિમાન પડી જશે અને 274 લોકોના મૃત્યુ થઈ જશે. હું ફક્ત મારા મિત્રોને બતાવવા માટે વિમાનનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. એર ઈન્ડિયાના બોઇંગ-787 પહેલાં પસાર થતા વિમાન ઘણી ઊંચાઈથી જઈ રહ્યા હતા પરંતુ, આ ખૂબ નીચેથી પસાર થતું હતું. નીચેથી પસાર થતા વિમાનને લઈને મનમાં પ્રશ્ન થયો પરંતુ હું કંઈ સમજી શકું તે પહેલાં જ આખું વિમાન આગનો ગોળો બની ગયું અને વિમાનમાં સવાર લગભગમાં તમામના મોત નિપજ્યા.'
Reporter: admin