વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર નવા, કલેકટર નવા, ડેપ્યુટી મ્યુ. કમિશનરો નવા, સાંસદ નવા, શહેર પ્રમુખ નવા,ચીફ ફાયર ઓફિસર નવા...
દાદાનું ઓપરેશન ગંગાજળ ચાલુ છે...
વડોદરા મહાનગરપાલિકાના નવા મ્યુનિસીપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુની નિમણુક કરવામાં આવી છે. અરુણ મહેશ બાબુ આવતીકાલે મંગળવારે કમિશનર તરીકે ચાર્જ સંભાળશે. શહેરીજનો આશા રાખી રહ્યા છે કે નવા કમિશનર અરુણ મહેશ બાબુ શહેરીજનોને પડતી તકલીફો અને તેમની સમસ્યા સાંભળીને તેનો અંત લાવશે કારણ કે છેલ્લા 2 વર્ષથી દિલીપ રાણાના કાર્યકાળમાં શહેરની દશા ભૂંડી થઇ હતી. દિલીપ રાણાના કાર્યકાળમાં ભ્રષ્ટાચારીઓની બોલબાલા હતી અને પ્રજાના કોઇ કામો થતા ન હતા. દિલીપ રાણાના કારણે જ ગયા વર્ષે શહેરીજનોએ અભૂતપૂર્વ પૂરનો સામનો કર્યો હતો અને ભયંકર પીડા સહન કરી હતી.
નવા કમિશનર અરુણ મહેશ બાબુ વિશ્વામિત્રી પ્રોજેક્ટનો સફળ અમલ કરાવી શહેરીજનોને પૂરમાંથી બચાવવા નિમીત્ત બનશે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે તો ગેરકાયદેસર દબાણો, પીવાના પાણીની તકલીફ, ગટર ઉભરાવાની તકલીફો તથા વરસાદી પાણી ભરાવાની તકલીફો સહિતની પાયાની સુવિધામાં રહેલી તકલીફોમાંથી તેઓ વડોદરાવાસીઓને બહાર કાઢશે તેવી અપેક્ષા છે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી એકા કોઇ કમિશનર આવ્યા નથી કે જેણે પ્રજાની સમસ્યાનો હલ કરીને વડોદરાને નવી ઉંચાઇ પર લઇ ગયા હોય. અરુણ મહેશબાબુ પાસે વડોદરાની પ્રજાની અનેક અપેક્ષા છે અને તેમાંથી મોટા ભાગની અપેક્ષા પર તેઓ ખરા ઉતરે તેમ દરેક વડોદરાવાસી ઇચ્છી રહ્યા છે.
Reporter: admin







