મુંબઈ : ફિલ્મ 'કલ્કિ ૨૮૯૮ એડી' માં પ્રભાસ જોકર જેવો લાગતો હોવાની ટીકા અર્શદ વરસીએ કરતા ભારે વિવાદ ઉભો થયો છે.
આ ટીકાથી પ્રભાસના ચાહકો વચ્ચે ભારે રોષ જોવા મળ્યો છે. અને આવા શબ્દો વાપરવા બાદલ માફી માંગવા ક્યુ છે. અર્શદની એક પોસ્ટમાં ફિલ્મના રીવ્યુ આપતા અર્શદે કહ્યું છે કે અમિતાભ બચ્ચનને કલ્પનાતીત કામ કર્યું છે, તેમની ક્ષમતાથી આપણી જિંદગી બની જાય.પરંતુ પ્રભાસ આ ફિલ્મમાં જોકર જેવો લાગે છે, તે આમ કેમ કરી રહ્યો છે એ કઈ સમજાતું નથી.
અર્શદની આ પોસ્ટ વાઇરલ થતા પ્રભાસના ચાહકો ઓનલાઇન કેમેન્ટમાં કહ્યું કે અર્શદ ઈર્ષાળુ છે અને કેટલાક કહે છે કે અર્શદ અને પ્રભાસની કોઈ સરખામણી થઇ શકેજ નહી. આ ફિલ્મ મહાકાળ્ય મહાભારતની કથાથી પ્રેરિત ડાયસ્ટોપિયન સાસન્સ-ફાઇ કહાની હતી. પ્રભાસના ચાહકોએ આ બાબત માટે અર્શદને માફી માંગવા કહ્યું છે અને બને વચ્ચે કોઈ સરખામણી થઇ ન શકે તે જણાવ્યું છે અને અર્શદ ઘણો ઈર્ષાળુ હોવાનું કહ્યું છે.
Reporter: admin







