સપ્તપદી ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલના લાભાર્થે જેમાં નાતજાતના ભેદભાવ વગર નિઃશુલ્ક સારવાર મળે એ આશયથી દર વર્ષની માફક આ સાતમે વર્ષે પણ ગરબાની રમઝટ કોકિલ કંઠીલા ફાલ્ગુની બેન ભેસાણીયા અને ડૉ , ધ્વનિ ભેસાણીયા બોલાવી રહેલા છે.
આજે મુખ ધ્વનિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કમળાબેન મૂકબધિર વિદ્યાલય કારેલીબાગના ૫૫ જેટલા નાના બહેરા મૂંગા દીકરા દીકરીઓ આ ગરબાના તાલ સાથે ગરબા કરશે આ બાળકો એવા છે કે જે જન્મથી સાંભળી અને બોલી શકતા નથી એટલે કે બહેરા અને મૂંગા છે જેમણે કોયલનો ટહુકાર કે મોર નો ઘેઘુર અવાજ ક્યારેય સાંભળેલો નથી જેમને જિંદગીમાં કોઈ પવનના સસવાટાનો અવાજ પણ સાંભળેલ નથી કોઈ ગાયન કે સંગીતના અવાજનું પણ એમને ખ્યાલ પણ નથી.
આવા બિલકુલ બધીર બાળકો જે સાંભળી નથી શકતા છતાં ગરબાના તાલ ઉપર ગરબાના રમતા અન્ય ઉપર ફક્ત નજર રાખી અને જોઈને ગરબા રમે છે. ખરેખર એક નવાઈ સાથે અચરજ ની વાત છે. ખોડલધામ સાથે ગાયકવૃંદ ફાલ્ગુનીબેન ભેસાણીયા સાથે એક મૂકબધિર છોકરો આ વૃંદ સાથે તબલા પણ વગાડે છે.જે વ્યક્તિ સાંભળી નથી શકતો એ તબલા પણ વગાડી શકે એ પણ આશ્ચર્ય ની વાત છે.
Reporter: admin