News Portal...

Breaking News :

ઈમરાન ખાનના સમર્થનમાં દેખાવો સેનાએ દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ

2024-11-26 13:29:54
ઈમરાન ખાનના સમર્થનમાં દેખાવો સેનાએ દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ


ઇસ્લામાબાદ:પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકો અને તેમની પાર્ટી પીટીઆઈના કાર્યકરો દ્વારા જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થનમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. 


આ પ્રદર્શને હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસક પ્રદર્શનમાં ચાર રેન્જર્સના મોત થયા છે. ત્યારબાદ સેનાએ દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ જારી કર્યો છે. પીટીઆઈના કાર્યકરો તેમના નેતા ઈમરાન ખાનને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છેપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનની જેલમુક્તિની માંગ સાથે તેમના સમર્થકો અને તેમની પાર્ટી પીટીઆઈના કાર્યકરો દેખાવો કરી રહ્યા છે. આ પ્રદર્શને હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ આંદોલનનું નેતૃત્વ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના નેતૃત્વમાં થઈ થઈ રહ્યું છે. 


પ્રદર્શન દરમિયાન, દેખાવકારો સાથેની અથડામણમાં ચાર રેન્જર્સના મોત થતાં બાદ સેનાએ સુરક્ષાને લઈને કડક પગલાં લીધા છે.પ્રદર્શન દરમિયાનની અથડામણમાં 4 જવાનો શહીદ થયા બાદ પ્રશાસન દ્વારા સેનાને કલમ 245 હેઠળ ‘દેખો ત્યાં ઠાર મારવાનો’ આદેશ આપવામાં આવ્યો છે. તેમજ ઈસ્લામાબાદમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ઈમરાન ખાનના રાજકીય ચળવળના પ્રવક્તા ઝુલ્ફી બુખારીએ જણાવ્યું હતું કે, “અથડામણમાં એક પ્રદર્શનકારીનું મોત થયું છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.”

Reporter: admin

Related Post