વડોદરા : આજે વહેલી સવારે મંડાળા ગામ જે ડભોઈ વડોદરા રોડ પર આવેલ છે

વડોદરા થી લગભગ 22 કિલોમીટર જેટલું દૂર છે તેના કોઈના ખેતરના ખુલ્લા કૂવામાં કૂતરું પડેલ છે તેથી અમે અમારા સહયોગી મિતેશ પટેલ સંજય તેલંગ અને વિશાલ પરીખ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. કૂવો લગભગ દોઢસો થી 175 જેટલો ફૂટ ઊંડો જેમાં થોડું ઘણું પાણી પણ હતું તેથી અમે પહેલા સરખી રીતે ચકાસી પ્લાનિંગ કરી મિતેશ પટેલ ને નીચે ઉતાર્યો અમારા સ્પેશિયલ સાધનો અને સુરક્ષા ધ્યાનમાં રાખી અમે બચાવ કામગીરી ચાલુ કરી

લગભગ દોઢ કલાક કૂતરાને કંટ્રોલ કરતા લાગ્યો સદનસીબે કૂતરાને કોઈપણ જાતની ઈજા થયેલ નથી તેને સાવચેતી પૂર્વક ઉપર લાવી એને આવેલ બાજુમાં ખેતરમાં સહી સલામત ગામવાસીઓ સામે છોડી દીધેલ છે. તેમ રાજેશ ભાવસાર ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા એ જણાવ્યું હતું.



Reporter: admin