News Portal...

Breaking News :

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં ઉતરાયણના દિવસે અગાસી પર અશ્લિલ ગીતો વગાડવાના મુદ્દે ઝઘડો

2025-01-16 10:07:40
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં ઉતરાયણના દિવસે અગાસી પર અશ્લિલ ગીતો વગાડવાના મુદ્દે ઝઘડો


પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ  દંતેશ્વર ડેરાવાળા ફળિયામાં રહેતા સંદીપ અર્જુનભાઈ પઢીયાર ઇન્ટિરિયર પ્રોજેક્ટરનો ધંધો કરે છે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી x


ઉતરાયણ હોવાથી હું મારા પરિવાર સાથે મારા ઘરે હતો ત્યારે અમારા ફળિયામાં રહેતા અજય પઢિયાર તેના ધાબા પર જોર જોરથી માઇકમાં ખરાબ અને અશ્લીલ શબ્દોવાળા મુશ્કેલી જનક ગીતો વગાડતો હતો.તેથી મેં તેઓને સવારમાં કહ્યું કે અજય આજે તહેવાર છે તું તહેવારની ભાષામાં માઇકમાં સારા ગીતો વગાડો આપણા ફળિયામાં ઘણા બધા લોકો ગીતો વગાડે છે એવી રીતે તું પણ ‌વગાડ...તેને સમજાવીને ખરાબ અને અશ્લીલ ગીતો ન વગાડવા માટે કહ્યું હતું. 


પરંતુ તે માન્યો ન હતો અને તેવા જ ગીતો વગાડવા લાગ્યો હતો. જેથી મેં પોણા ચાર વાગે કંટ્રોલ રૂમમાં ફોન કરી ઉપરોક્ત હકીકત જણાવી હતી. થોડીવારમાં પોલીસ આવી હતી અને અજય તથા રવિને નીચે ઉતાર્યા હતા. તેમના પરિચિત લોકોએ મને ધમકી આપી હતી કે જો અમારા છોકરાઓને પોલીસ લઈ જશે તો તમને જાનથી મારી નાખીશું.

Reporter: admin

Related Post