વડોદરા : શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા એનએલ ગાર્ડન પાસેના જંકશન પાસે સ્પીડ ફેકર મૂકવામાં આવ્યા છે તેમજ નારાયણ વાડી થી અટલાદરા તરફ જતા માર્ગ પર બંને બાજુ સમી સાંજના સમયે ટ્રાફિકજામ થાય છે
અહીં Y આકારનું જંકશન હોવાથી પ્રમુખસ્વામી તીર્થ સોસાયટી સાહિત્યની 20 જેટલી સોસાયટી ને જોડતો માર્ગ તરફ વળતા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા જમણી બાજુ નહિ વળવાનું કહીને ઈ મેમો ફટકારવામાં આવી રહ્યો છે, કોઈપણ પ્રકારનો નિયમ ભંગ કર્યો નહીં હોવા છતાં પણ તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ ડીજી લોકરમાં હોવા છતાં પણ તેને માન્ય નહીં ગણીને ફિઝિકલ લાયસન્સ માંગીને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ મેમો ફટકારવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસવાળા મનુષ્ય રીતે કાયદાઓનું પાલન કરવામાં આવતું હોવાની ફરિયાદ લોકોમાં ઉઠી છે, અહીં કોઈપણ જાતનું ટ્રાફિક સિગ્નલ કે કાયમ માટે ટ્રાફિક પોલીસ ગોઠવવી આવશ્યક છે જેથી કરીને આ અકસ્માત ઝોન ગણાતા જંકશન ઉપર ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે.
Reporter: admin







