News Portal...

Breaking News :

બોટ ઊંધી વળતાં અંદાજે 68 આફ્રિકન શરણાર્થી ડૂબ્યા: 74 ગુમ

2025-08-04 11:00:54
બોટ ઊંધી વળતાં અંદાજે 68 આફ્રિકન શરણાર્થી ડૂબ્યા: 74 ગુમ


યમન: અહીંના દરિયામાં બોટ ઊંધી વળતાં અંદાજે 68 આફ્રિકન શરણાર્થી ડૂબ્યા છે, જ્યારે 74 ગુમ હોવાનું યુનાઈટેડ નેશન્સ માઈગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ગઈકાલે મોડી રાત્રે 154 ઈથોપિયનને લઈને આવી રહેલી બોટ યમનમાં અબ્યાનના દરિયામાં ગરકાવ થઈ હતી.




યમનમાં યુએનના ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનના હેડ એબ્ડુસેટર સોઈવે આ અંગે માહિતી આપી હતી કે, યમનના અબ્યાનના દરિયામાં 154 ઈથોપિયનને લઈને જઈ રહેલી બોટ પાણીમાં ગરકાવ થઈ હતી, જેમાં 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 54 શરણાર્થીઓ અને માઈગ્રન્ટ્સના મૃતદેહો ખાંફર જિલ્લાના દરિયા કિનારે તણાઈ આવ્યા હતાં. 


અન્ય 14ના શબ પણ જુદી-જુદી જગ્યા પરથી મળી આવ્યા હતાં. જ્યારે હજી 74 લોકો ગુમ છે.ઝાંઝીબારની હેડ ઓફિસના ડિરેક્ટર અબ્દુલ કાદર બજામિલે જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટી તંત્રે તમામ મૃતદેહોની દફનવિધિ માટે વ્યવસ્થા કરી રહી છે. તમામ પીડિતોના શબ શક્રા શહેર નજીક દફનાવવામાં આવશે. બીજી બાજુ ગુમ લોકોની શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.

Reporter: admin

Related Post