વડોદરાના ઇલોરાપાર્ક ખાતે આવેલી વીજ નિગમની વડી કચેરીએ આજે રાજ્યભરના એપ્રેન્ટિસો ભેગા થઈને ભરતી પ્રક્રિયામાં વિલંબ સામે ઉગ્ર દેખાવ કર્યો.

વર્ષ 2022માં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી નોકરી ન મળતા આ યુવાનો સૂત્રોચ્ચાર સાથે મેદાને ઊતરી આવ્યા હતા.'અમને ન્યાય આપો' અને 'એપ્રેન્ટિસોની ભરતી કરો' જેવા નારા લગાવતા યુવાનોનો આક્ષેપ છે કે નિગમ સતત બહાના બતાવીને ભરતી અટકાવી રહ્યો છે.

અગાઉ અનેકવાર આવેદનપત્રો આપ્યા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેઓ મજબૂર બની ફરી ધરણા પર ઉતર્યા.બેરોજગારી અને અનિશ્ચિતતાથી પરેશાન યુવાનોની માગ છે કે પાસ થયેલા તમામ ઉમેદવારોને તાત્કાલિક નોકરી આપવામાં આવે. આંદોલનથી વીજ નિગમ અને રાજ્ય સરકાર પર દબાણ વધ્યું છે કે એપ્રેન્ટિસોને ન્યાય આપીને તેમની સાથે થયેલો અન્યાય દૂર કરે.

Reporter: admin







