News Portal...

Breaking News :

વિશ્વામિત્રી પ્રોજેક્ટની વિજીલન્સ તપાસ માટેનું આવેદન સ્ટેટ વિજિલન્સને મોકલાયું

2025-07-08 10:09:55
વિશ્વામિત્રી પ્રોજેક્ટની વિજીલન્સ તપાસ માટેનું આવેદન સ્ટેટ વિજિલન્સને મોકલાયું


વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરિતી થઇ છે તે મામલે સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસે કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી વિજીલન્સ તપાસની માગ કરી હતી. 


આ મામલે જિલ્લા કલેક્ટરે કોર્પોરેશનને આ આવેદનપત્ર ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ કમિશનર ની ઓફિસ તથા વડોદરા કોર્પોરેશનને મોકલીને જરુરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે શહેરના સામાજીક કાર્યક સ્વેજલ વ્યાસે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરતો પર્દાફાશ કર્યો છે. શહેરના અકોટા દાંડીયા બજાર બ્રિજ નીચે કૃત્રિમ તળા પાસે નદીના પટ પર  ઘાસ ઉઘાડવામાં આવ્યું હતું જેનાથી માટીનું ધોવાણ ના થાય પણ  આ જ ઘાસ અને માટી બંનેનું ધોવાણ થઇ ગયું છે. જે પુરવાર કરે છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ખાયકી થઇ છે. આ તો માત્ર અઢી કિલોમીટરના પટમાં સ્વેજલ વ્યાસે તપાસ કરી છે પણ ખરેખર તો 24 કિમીના પટમાં તપાસ કરવામાં આવે તો કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓની પોલ ખુલી જશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીના પટને પહોળો કરવાની કામગીરી બાદ હવે માટીનું ધોવાણ ન થાય તે માટે કોયર વોવેન પાથરાશે. પાલિકા 1.35 લાખ ચોરસ મીટરમાં કોયર વોવેન પાથરવા રૂ. 4.91 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ કોયર વોવેન આજે ખરાબ હાલતમાં છે. વિશ્વામિત્રી નદીના પટમાં માટીનું ધોવાણ અટકાવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત "વેટીવર ગ્રાસ"નો પ્રયોગ કરવામાં આવ્યો હતો. પાલિકાના "વેટીવર ગ્રાસ" લગાવવાથી માટીનું ધોવાણ અટકશે અને પાણીનો પ્રવાહ વધશે તેવો દાવો કરાયો હતો પણ સ્વેજલ વ્યાસે સ્થળ મુલાકાત કરી વીડીયોગ્રાફી કરી ત્યારે આ ઘાસનું ક્યાંય નામોનિશાન જોવા મળ્યું ન હતું. 




આજ સુધી સૌથી મોટો ભ્રષ્ટાચાર પ્રથમ વાર સામે આવશે,
વડોદરાને આવા સારા કલેકટર મળ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વાર આવેદન પત્રની ગંભીર નોંધ લઇ વિજિલન્સ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. વડોદરાનું સૌભાગ્ય છે કે આવા અધિકારી અમને મળ્યા છે. આજ સુધી સૌથી મોટો ભ્રષ્ટાચાર પ્રથમ વાર સામે આવશે, જેમાં  અધિકારી, કોન્ટ્રાકટર અને નેતાઓના નામ ખુલશે...
સ્વેજલ વ્યાસ, સામાજિક કાર્યક્રર 
આવેદનપત્ર સબંધિત કચેરીને મોકલાયું છે...
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વિજીલન્સ તપાસ બાબતે અમને આવેદન પત્ર અપાયું હતું અને સંબંધિત કચેરીને આ આવેદનપત્ર મોકલી દઇને તપાસ કરવા જણાવાયું છે.
અનિલ ધામેલીયા, કલેક્ટર, વડોદરા

Reporter: admin

Related Post